સાવધાન! ઈયરફોનથી તમને થઇ શકે છે અનેક નુકસાન…….
આપણે
લોકો બધી જગ્યાએ ઇયરફોનનો યુઝ કરીએ છીએ. બસમાં કે ટ્રેનમાં અડધાથી વધુ
વિદ્યાર્થીઓ જાગતા હોય અથવા સૂઈ ગયા હોય, પણ મોબાઇલમાંથી ગીતો સંભાળતા હોઇએ
છીએ.
પણ શુ તમે જાણો કે, વધુ પડતા ઇયરફોન લગાવી
રાખવાથી એકસાથે ઘણી તકલીફોનો સામનો કરવો પડતો હોય છે. મુસાફરી દરમ્યાન તો
ઇયરફોન કોઈ મુશ્કેલી નથી કરતા, પણ એ પછી ઇયરફોન લગાવી રસ્તા ક્રોસ કરવામાં
કે, રસ્તા પર ચાલવાથી અકસ્માતની ઘણી શક્યતા રહે છે.
એક સંશોધનના કહેવા મુજબ તમે જ્યારે ઇયરફોન
લગાવી ચાલતા હો ત્યારે તમારી આંખ ભલે બધું જોતી હોય, પણ તમારું મગજ ગીતમાં
એટલું પરોવાયેલું હોય છે કે, આંખ અને મગજ વચ્ચેનો સંદેશાવ્યવહાર લગભગ શુન્ય
થઈ જાય છે.
આ ઉપરાંત હોર્ન કે, વાહનનો અવાજ તમને
સાભળતા નથી. આ કારણે જ ક્યારેક ગંભીર અકસ્માત સર્જાઈ શકે છે. ઘણા આવા
કિસ્સા અત્યાર સુધીમાં જોવા મળ્યા હશે.
સરેરાશ છથી આઠ કલાક સુધી યુવાનો કાનમાં
ઇયરફોન લગાવતા હોય છે. જોકે એને કારણે સાંભળવાની તકલીફ અને કાનમાં દુખાવો
થવાની સંભાવના વધી જાય છે.
ઇયરફોનના ઉપયોગ કરનારાને ડોક્ટરો દૂર
રહેવાનું સૂચન કરતા હોય છે. જોકે ઘણા યુવાનો આજે કોલ સેન્ટર અને સેલ્સમાં
આઉટસોર્સિંગ કરતી કંપનીઓમાં કામ કરે છે અને તેમને નાછૂટકે લાંબા સમય સુધી
કાનમાં હેડફોન ભરાવીને કામ કરવું પડતું હોય છે.
કોઈ ઉપાય નથી કે, જેને અપનાવવાથી મુશ્કેલીઓ
ઓછી થઈ શકે. જોકે નોકરીમાં લાંબા બ્રેક લેવા કરતા નાના-નાના વધુ બ્રેક
લેવાનું સૂચન આ યુવાનોને આપવામાં આવતું હોય છે.
***********
0 comments :
Post a Comment